સભાસદશ્રી
શસવિનય સહ જણાવવાનું કે, શ્રી મેવાડા સુથાર સમાજ વેલફેર ટ્રસ્ટ દ્વારા સંચાલીત સામાજીક સુરક્ષામાં તા.૦૧/૦૧/૨૦૨૦ થી તા.૩૦/૦૬/૨૦૨૦ સુધીમાં કુલ ૨૪ સભાસદોના સ્વર્ગવાસ થયેલ છે, જેમાં સંસ્થાના નિયમ મુજબ મૃત્યુ સહાય ફાળા પેટે નીચે જણાવેલ રકમ આ૫શ્રીએ તા.૩૧/૦૮/૨૦૨૦ સુધીમાં ફરજીયાત જમા કરાવવાની રહેશે તે ૫છી રૂા. ૫૦/- લેટફી સાથે મોડામાં મોડા તા.૩૦/૦૯/૨૦૨૦ સુધી રકમ સ્વિકારવામાં આવશે. તા.૩૦/૦૯/૨૦૨૦ સુધી મૃત્યુ ફાળાની રકમ જમા ન કરાવનાર સભાસદશ્રીનું સભ્ય૫દ સંસ્થાના નિયમાનુંસાર આપોઆપ રદ થશે.