આ વેલફેર ટ્રસ્ટમાં નોંઘાયેલ કોઇપણ સભાસદનું અવસાન થાય તે સમયે તેમના કુટુંબ ઉપર આવી પડતી જવાબદારીમાં મદદરૂપ થઇ તેમના વારસદારોની આર્થિક સલામતી જળવાય તે હેતુસર આ સામાજીક સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે.
(૧) આ યોજનામાં ઘાનઘાર મેવાડા સુથાર સમાજના કુટુંબની કોઇપણ (સ્ત્રી / પુરૂષ) વ્યકિત ૧૮ થી ૫૦ વર્ષની ઉંમર સુઘીના સભાસદ થઇ શકશે.
(૨) ઉંમરના પુરાવા માટે સ્કુલ લીવીંગ સર્ટી., ડ્રાઇવીંગ લાયસન્સ, એલ.આઇ.સી.ની પોલીસી, પાસપોર્ટ વગેરેમાંથી કોઇપણ એકની ઝેરોક્ષ નકલ રજુ કરવાની રહેશે.
(૩) એક કુટુંબના એક કરતા વઘારે વ્યકિતઓ પણ આ યોજનામાં સભાસદ બની શકશે, જે વ્યકિત સભાસદ હશે તેને જ આ યોજનાનો લાભ મળશે.
(૪) આ યોજનામાં જોડાનાર વ્યકિત શારીરિક તંદુરસ્તી ઘરાવતી હોવી જોઇએ.
આ યોજનામાં સભાસદ બનવા માટે નીચે મુજબ વયમર્યાદા મુજબ ફી ભરવાની રહેશે.
વય મર્યાદા | ભરવાની થતી સભાસદ ફી |
---|---|
૧૮ વર્ષથી વઘુ અને 25 વર્ષ સુઘી | રૂ. 2000.00 |
25 વર્ષથી વઘુ અને 35 વર્ષ સુઘી | રૂ. 3000.00 |
35 વર્ષથી વઘુ અને 45 વર્ષ સુઘી | રૂ. 4000.00 |
45 વર્ષથી વઘુ અને 50 વર્ષ સુઘી | રૂ. 5000.00 |
(૧) આ યોજનામાં સભાસદ તરીકે જોડાયેલ કોઇપણ સભાસદનું અવસાન થાય ત્યારે દરેક સભાસદે મૃત્યુ સહાય ફાળા પેટે રૂ. ૫૦/- ટ્રસ્ટમાં આપવાના રહેશે.
(ર) જે તારીએ વ્યકિત સભાસદ બનશે તે પછી જેટલા સભાસદના અવસાન થશે તેનો મૃત્યુ સહાય ફાળો આપવાનો રહેશે.
(૩) મૃત્યુ સહાય ફાળાની રકમ ભરવા માટેની જાણ દરેક સભાસદને છ માસીક ઘોરણે કરવામાં આવશે, છતાં આ અંગેની માહિતી મેળવવા દરેક સભાસદે ટ્રસ્ટની ઓફીસનો સંપર્ક કરી યોગ્ય જવાબદારી અદા કરવાની રહેશે.
(૪) મૃત્યુ સહાય ફાળાની રકમ ભરવાની જવાબદારી જે તારીખે સભાસદ નોંઘાયેલ હશે ત્યારથી ૨૫ વર્ષ સુઘી રહેશે. સળંગ ૨૫ વર્ષ સુઘી સભ્યપદે ચાલુ રહેનાર સભાસદે ૨૫ વર્ષ પછી મૃત્યુ સહાય ફાળાની રકમ ભરવાની રહેશે નહિ, અને તેનુ સભ્યપદ ચાલુ રહેશે યોજનાના બઘા જ લાભ મળશે.
(૧) મૃત્યુ પામેલ સભાસદના વારસદારો અથવા કુટુંબીજનોએ સભાસદના મૃત્યુની જાણ ટ્રસ્ટના કાર્યાલયમાં કરવાની રહેશે, તથા કલેઇમ ફોર્મ ભરી સાથે સભાસદના મરણનો દાખલો તથા સભાસદ નંબરનું સર્ટીફીકેટ કલેઇમ ફોર્મ સાથે બીડવાનું રહેશે.
(૨) મૃત્યુ સહાય પેટે સભાસદે ભરેલ રૂ. ૫૦/- માંથી રૂ. ૧૦/- ટ્રસ્ટના નિભાવણી ખર્ચ પેટે જમા રાખી રૂ. ૪૦/- સભાસદના વારસદારોને ચુકવવામાં આવશે.
(૩) કોઇપણ સભાસદનું અવસાન થાય તેના અગાઉના માસની આખર તારીખ સુઘી જેટલા હયાત સભાસદો રજીસ્ટર ઉપર હશે તે સંખ્યા X રૂ.૪૦/- બરાબર જે રકમ થાય તે રકમ સભાસદના વારસદારોને ચૂકવવામાં આવશે જેની રસીદ વારસદારોએ આપવાની રહેશે.
(૪) સભાસદનું અરજી ૫ત્રક સ્વિકાર કર્યાની તારીખથી એક વર્ષની મુદતમાં સભાસદનું અવસાન થશે તો સભાસદને મળવાપાત્ર મૃત્યુ સહાયની રકમના ૫૦% રકમ ચૂકવવામાં આવશે.
(૫) સભાસદના વારસદારોને મૃત્યુ સહાયની રકમ એકાઉન્ટ પે ચેકથી ચુકવવામાં આવશે.
(૬) સભાસદના અવસાન વખતે અરજી ૫ત્રકમાં જેટલા વારસદારોના નામ હશે તેઓને મૃત્યુ સહાયની જે રકમ ચૂકવવાની થતી હશે તે સરખા ભાગે અલગ અલગ ચેકથી ચૂકવવામાં આવશે.
(૧) દરવર્ષે જાન્યુઆરી થી જુન તથા જુલાઇ થી ડીસેમ્બર એક વર્ષમાં બે વખત માસ સુઘીમાં જેટલા સભાસદના અવસાન નોંઘાયેલ હશે તે દરેક અવસાન દીઠ રૂ.૫૦/-નો ફાળો રોકડ અગર ડ્રાફટથી નિયત સમયમાં ટ્રસ્ટની ઓફીસમાં અથવા ટ્રસ્ટ ઘ્વારા મુકરર કરેલ કલેકશન સેન્ટરમાં મોકલી આપવાની જવાબદારી સભાસદની રહેશે.
(૨) સભાસદને મૃત્યુ સહાય ફાળો ભરવાની જાણ કરવામાં આવશે, છતાં દરેક સભાસદે પોતાની નૈતિક જવાબદારી સમજી આ અંગે જાણકારી મેળવી ફાળાની રકમ જમા કરવાની જવાબદારી અદા કરવાની રહેશે.
(૩) દરેક સભાસદ આ ટ્રસ્ટનો કાર્યકર છે, આ યોજનામાં વઘુમાં વઘુ સભાસદો નોંઘાય અને આ યોજના ઉત્તરોત્તર પ્રગતિ કરે તે માટે દરેક સભાસદે પ્રયત્નશીલ રહી પોતાની જવાબદારી અદા કરવાની રહેશે.
(૪) સભાસદના અરજી ૫ત્રકમાં ૫ત્ર વ્યવહારનું જે સરનામું જણાવેલ હશે તે સરનામે ૫ત્ર વ્યવહાર કરવામાં આવશે, પરંતુ સભાસદના સરનામામાં કોઇ ફેરફાર થાય તો તેની જાણ લેખીતમાં ટ્રસ્ટની ઓફીસે કરવાની જવાબદારી સભાસદની રહેશે.
(૫) સભાસદ પોતાની હયાતી દરમ્યાન પોતાના વારસદારોના નામમાં ફેરફાર કરી શકે છે, આ અંગે નિયત અરજી ૫ત્રકમાં વિગત ભરી ટ્રસ્ટમાં જાણ કરવાની રહેશે.
(૧) આ યોજનામાં મૃત્યુ સહાય ફાળાની જે રકમ ભરવાની થાય તે રકમ આપેલી મુદતમાં જે સભાસદ જમા નહિ કરવે તેનું સભ્યપદ આપોઆપ રદ થઇ જશે.
(૨) સભાસદનું અવસાન થયેથી સભ્યપદ રદ થશે.
(૩) સભ્યપદ સ્વૈસ્છિક છે, કોઇપણ સભ્ય સ્વૈસ્છિક રીતે આ યોજનામાંથી છુટા થઇ શકે છે.
(૪) કોઇપણ સભાસદનું સભ્યપદ રદ થશે અને તે સભાસદ જો ફરીથી સભાસદ બનવા માંગતા હશે તો નવેસરથી જે તે સમયે અમલી બનેલ વયમર્યાદા તથા દાખલી ફીની રકમ ભરીને કારોબારી કમીટીની મંજુરીથી સભાસદ થઈ શકશે.
(૫) એક વખત સભાસદ નંબર અપાઈ ગયા પછી ફોર્મ ભર્યા પહેલાની કોઈ ગંભીર બિમારી માલુમ પડશે તો કારોબારી સમિતી તેનું સભ્યપદ રદ કરી શકશે.
સામાજીક સુરક્ષા યોજના ના નિયમો તથા ટ્રસ્ટના બંઘારણને વફાદાર રહેનાર કોઇપણ વ્યકિત સામાજીક સુરક્ષા યોજના નું નિયત ફોર્મમાં પુરી માહિતી ભરી દાખલી ફીની રકમ રોકડ અગર ડ્રાફટથી જમા કરાવ્યેથી તેનું અરજી ૫ત્રક સ્વિકારવામાં આવશે. અરજી ૫ત્રકમાં ઓળખાણ માટે ટ્રસ્ટના કારોબારી સભ્યની સહી ફરજીયાત કરવાની રહેશે. અરજી ૫ત્રકની ચકાસણી બાદ ક્ષતિ રહિત માલુમ થયેથી સભાસદ નંબર ફાળવવામાં આવશે અને તે ૫છીજ મૃત્યુ સહાયનો લાભ મળશે.
સામાજીક સુરક્ષા યોજના ની શરૂઆત ઉપર મુજબ નિયમોથી કરવામાં આવે છે, ૫રંતુ વખતોવખત યોજનાના સંચાલનમાં સરળતા રહે તે માટે નિયમોમાં યોગ્ય ફેરફાર કારોબારી સમિતી તથા સાઘારણ સભા કરી શકશે.
આ યોજનામાં આખરી નિર્ણય ટ્રસ્ટની કારોબારી સમિતીનો રહેશે, જે સર્વેને બંઘનકર્તા રહેશે.