Skip to content
Mevada Welfare Trustશ્રી મેવાડા સુથાર સમાજPalanpur

Death-aid contribution notice

Death-aid contribution due for the period up to June 2022

Letterhead of Shree Mevada Suthar Samaj Welfare Trust, Palanpur
Due by 15/08/2022 · late fee till 15/09/2022 25 members deceased · January – June 2022

જુન-૨૦૨૨ સુઘીના મૃત્યુ સહાય ફાળાની રકમ જમા કરાવવા બાબત

સભાસદશ્રી

સવિનય જણાવવાનું કે, શ્રી મેવાડા સુથાર સમાજ વેલફેર ટ્રસ્ટ દ્વારા સંચાલીત સામાજીક સુરક્ષા યોજનામાં તા.૧/૧/૨૦૨૨ થી તા.૩૦/૦૬/૨૦૨૧ સુઘીમાં કુલ ૨૫ સભાસદોના અવસાન થયેલ છે. કારોબારી કમિટીએ કરેલ ઠરાવ મુજબ મૃત્યુ સહાય ફાળા પેટે નીચે જણાવેલ રકમ આ૫શ્રીએ તા.૧૫/૦૮/૨૦૨૨ સુધીમાં ફરજીયાત જમા કરાવવાની રહેશે તે ૫છી રૂા.૫૦/- લેટ ફી સાથે મોડામાં મોડા તા.૧૫/૦૯/૨૦૨૨ સુઘી રકમ સ્વીકારવામાં આવશે. તા.૧૫/૦૯/૨૦૨૨ સુધીમાં જે સભાસદ ફાળાની રકમ જમા કરાવશે નહિ તેમનું સભ્ય૫દ યોજનાના નિયમાનુંસાર આપોઆપ રદ થશે. મૃત્યુ સહાય ફાળાની રકમ આપને અનુકુળ કોઈપણ કલેકશન સેન્ટર પર અથવા https://crm.mevadawelfaretrust.com ૫રથી ઓનલાઈન જમા કરાવી શકાશે.

મૃત્યુ સહાય ફાળાની ભરવાની થતી રકમ (મે-૨૦૨૧ સુઘી)
ક્રમસભાસદ નંબરફાળાની રકમ
૧0001 થી 7153રૂ. 1250.00
૨7154 થી 7157રૂ. 1000.00
૩7158 થી 7167રૂ. 750.00
૪7168 થી 7171રૂ. 500.00
૫7172 થી 7185રૂ. 350.00
૬7186 થી 7187રૂ. 300.00

શ્રી ડો. શંકરભાઈ કે. મેવાડાપ્રમુખ

શ્રી વિનુભાઇ એમ. મીસ્ત્રીમંત્રી

ઓનલાઇન પેમેંટ કરવા અહીં ક્લિક કરો (opens in a new tab)

કુલ ૨૫ સભાસદો